Vasudev Mahatmya

4,9
8 mnenj
E-knjiga
153
Strani
Ocene in mnenja niso preverjeni. Več o tem

O tej e-knjigi

ભગવાન વ્યાસજીએ રચેલ સ્કંદપુરાણના વિષ્ણુખંડ અંતર્ગત આ શ્રીવાસુદેવ માહાત્મ્ય પ્રબંધ શૌનક મુનિ તથા સૂતપુત્ર ઉગ્રસવા તેમજ સાવર્ણિ મુનિ અને સ્કંદ કહેતા કાર્તિક સ્વામીના પ્રશ્નોત્તર સંવાદ રૂપે ૩૨ અધ્યાય અને ૧૪૧૯ શ્લોકમાં રજૂ થયેલ છે. જેમાં અન્વયપણે અંતર્યામીશક્તિથી સર્વમાં વસેલા અને વ્યતિરેકપણે શ્વેતદ્વીપ ધામમાં રહેલા શ્રીવાસુદેવ ભગવાનનો અપાર મહિમા વર્ણવવામાં આવ્યો છે.


આ વાસુદેવમાહાત્મ્ય ગ્રંથ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુને બહુ ગમતો હોવાથી એમણે અમદાવાદ મંદિરમાં રહીને એક માસ સુધી આ ગ્રંથનું શ્રવણ કરેલું ત્યારે સભામાં પોતે પ્રસન્નતાપૂર્વક કહેલું કે આ વાસુદેવમાહાત્મ્ય તો અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે.


પોતાની રુચિ દર્શાવતા પોતે ગ.પ્ર.ના ૨૩મા વચનામૃતમાં કહેલ કે, ‘‘વાસુદેવ માહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે આ ગ્રંથમાં કહી છે.’’


ગઢડા મ.પ્ર.ના ૨૮મા વચનામૃતમાં જણાવ્યું છે, ‘‘સ્કંદ પુરાણમાં શ્રીવાસુદેવ માહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કાં જે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને અહિંસાનું અતિશય પ્રતિપાદન કર્યું છે.’’


સદ્‌. શતાનંદ સ્વામીએ શ્રીવાસુદેવને જનમંગલ સ્તોત્રમાં બીજા ક્રમે અને સર્વમંગલ સ્તોત્રમાં ૭મા ક્રમે શ્રીહરિના જ નામ તરીકે દર્શાવેલ છે. સત્સંગિજીવન ગ્રંથના પાંચમા પ્રકરણના ૬૬મા અધ્યાયમાં ધાર્મિક સ્તોત્રમાં શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસં અર્થાત્‌હે વાસુદેવ તમે નિર્મળ અક્ષરધામમાં રહેલ છો એમ જણાવેલ છે.


સં. ૧૮૬૨માં ગઢપુરમાં પોતાનું વાસુદેવ નારાયણ સ્વરૂપ શ્રીહરિએ ઉતરાદા બારના ઓરડામાં પધરાવેલ. જે હાલ મંદિરમાં ધર્મભક્તિ સાથે બિરાજે છે.


શિક્ષાપત્રીમાં પોતે દર્શાવેલ માન્ય આઠ સત્‌શાસ્ત્રોમાં શ્રીવાસુદેવ માહાત્મ્યને ૭મા ક્રમે સ્થાન આપ્યું છે. આ વાસુદેવ માહાત્મ્યમાં નિરૂપણ થયેલ ઘણાય આદેશો શિક્ષાપત્રીના આદેશોને મળતા આવે છે.


આ વાસુદેવમાહાત્મ્ય વ્યાસ મુનિએ રચેલ સ્કંદપુરાણના સાતમા વિષ્ણુખંડમાં આવેલ છે. આ વિષ્ણુખંડના ત્રણ વિભાગમાં પ્રથમ કર્મકાંડ છે, બીજો જ્ઞાનકાંડ છે અને ત્રીજો ઉપાસના કાંડ છે. એ ઉપાસના કાંડ એ જ આ શ્રીવાસુદેવમાહાત્મ્ય.


આ શ્રીવાસુદેવમાહાત્મ્યના મૂળ પ્રવર્તક તો શ્રીનરનારાયણ ભગવાન પોતે જ છે. એમણે જ મહર્ષી નારદજીને સર્વ પ્રથમ સંભળાવેલ.


સદ્‌. મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આ સદ્‌ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રુફરીડીંગ સેવામાં પાર્ષદ શ્રી વશરામ ભગતે અને સંસ્કૃત શ્લોક આર. એસ. રૂપારેલિયા સાહેબે સેવા કરેલ છે. સાધુ રસિકવલ્લભદાસજી સ્વામીએ પેઈજ સેટીંગ અને સુશોભનની સેવા કરેલ છે.

Ocene in mnenja

4,9
8 mnenj

Ocenite to e-knjigo

Povejte nam svoje mnenje.

Informacije o branju

Pametni telefoni in tablični računalniki
Namestite aplikacijo Knjige Google Play za Android in iPad/iPhone. Samodejno se sinhronizira z računom in kjer koli omogoča branje s povezavo ali brez nje.
Prenosni in namizni računalniki
Poslušate lahko zvočne knjige, ki ste jih kupili v Googlu Play v brskalniku računalnika.
Bralniki e-knjig in druge naprave
Če želite brati v napravah, ki imajo zaslone z e-črnilom, kot so e-bralniki Kobo, morate prenesti datoteko in jo kopirati v napravo. Podrobna navodila za prenos datotek v podprte bralnike e-knjig najdete v centru za pomoč.