Vachanamrut in Gujarati: Swaminarayan Books

·
Rajkot Gurukul
ኢ-መጽሐፍ
738
ገጾች
የተሰጡት ደረጃዎች እና ግምገማዎች የተረጋገጡ አይደሉም  የበለጠ ለመረዳት

ስለዚህ ኢ-መጽሐፍ

પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીનાં વચનામૃતો એટલે અધ્યાત્મનો અણમોલ અને અખૂટ ખજાનો. પ્રગટ પુરુષોત્તમ નારાયણની આ પરાવાણીમાં તો ગીતાજીનો ગલિતાર્થ ગૂંથાઈ ગયો છે અને ઉપનિષદનો અર્ક પણ ઘૂંટાઈ ગયેલ છે. આમાં વેદવેદાંતનું રહસ્ય વણાઈ ગયું છે તેમજ સત્શાસ્ત્રનો સાર પણ સમાઈ ગયો છે. શ્રીજી મહારાજનાં આ અમૃત વચનોનું પાન તો પારસમણિના સ્પર્શ જેવું પાવનકારી અને સંજીવની ઔષધિ સમું ગુણકારી છે.


ધર્મપાલનના આગ્રહી અને સચ્ચારિત્ર્ય નિર્માણના હિમાયતી ભગવાન શ્રીસ્વામિનારાયણ ઠેરઠેર સત્સંગસભાઓ ભરતા. તેમાં પ્રેરક કૃપાવચનો કહી જ્ઞાનવાર્તાઓ કરતા. પોતે પ્રશ્નો પૂછીને સંતોની સમજણને ચકાસતા રહેતા. પોતાને પૂછાએલા પ્રશ્નોના શાસ્ત્રસંમત, તર્કસંગત અને સચોટ છતાં સરળ ભાષામાં સ્પષ્ટ ઉત્તરો આપતા રહેતા. સત્સંગ સભામાં પરસ્પર પ્રશ્નોત્તર રૂપે થતી આ જીવંત જ્ઞાનચર્ચા અધ્યાત્મ જીવન સાધનામાં અતિ ઉપયોગી જાણીને લહિયા સંતો આ બધું નોંધી લેતા. એ બધી નોંધો-ખરડાઓને આધારે સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી અને સદ્‌ગુરુ શુકાનંદ સ્વામી આ ચારેય સંતોએ સરસ સંકલન કરી આ વચનામૃત ગ્રંથ તૈયાર કરી ઈષ્ટદેવ શ્રીહરિને લોયા ગામમાં બતાવ્યો ત્યારે એને તપાસી જોઈને શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા હતા. આમ આ અતિ અમૂલ્ય વચનામૃત ગ્રંથનું સર્જન થયું છે.


મુમુક્ષુ માટે આ ગ્રંથમાં અખૂટ પ્રેરણાપાથેય છે. શાંતિપ્રદ આશ્વાસનો છે. કરુણાસભર કૃપાવચનો છે. માર્ગદર્શન માટે મહારાજે સ્વાનુભવો તેમજ પોતાના અંગની અનુપમ વાતો કહી છે. અધ્યાત્મ સાધનામાં ઉદ્‌ભવતી શંકા- કુશંકાઓનાં સુખદ સમાધાનો છે. મન, ઈન્દ્રિયોને જીતવાની સરળ રીતો તેમજ કામાદિક દોષોને ટાળવાનાં નક્કર નિદાનો બતાવ્યાં છે. વાસના ટાળવાના સુગમ ઉપાયો પણ દર્શાવ્યા છે. ગૂઢ ને ગહન તત્ત્વજ્ઞાનની સરસ છણાવટ છે. ધર્મપાલનની ધગશ, પ્રેમલક્ષણા ભક્તિનું પોષણ, જ્ઞાનવૈરાગ્યનું રક્ષણ, શ્રદ્ધાની વૃદ્ધિ, ઉપાસનાની શુદ્ધિ, ભગવદ્દ આશ્રય અને નિશ્ચયની દૃઢતા માટે આમાં સુગમ ને સચોટ માર્ગદર્શન છે.


પ્રશ્નોત્તરરૂપે લખાયેલ આ ગ્રંથની શૈલી જેટલી સરળ, મિતાક્ષરી અને ચોટદાર છે તેટલી જ એ ચમત્કારિક પણ છે. સાગરના પેટાળની જેમ આ ગ્રંથનું ઊંડાણ પણ અગાધ અને અમાપ છે. જેમ જેમ એમાં ઊંડા ઉતરીએ તેમ તેમ તેમાંથી નવાં નવાં પ્રેરણારત્નો મળતાં જ રહે છે. તત્ત્વજ્ઞાનના નિરુપણમાં આ ગ્રંથ શિરમોડ છે. આપણને આવો અલભ્ય ગ્રંથ વારસામાં મળ્યો એ આપણા ધન્યભાગ્ય છે.


સંપ્રદાયના સિદ્ધાંતોના હાર્દ સમા આધારભૂત આ ગ્રંથનું પ્રકાશન સત્સંગસાહિત્યપ્રેમી અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ રાજકોટ ગુરુકુલના ઉપક્રમે સને ૧૯૬૨માં શરૂ કરાવેલું. જેની (ગુટકા) સાઈઝની આ ત્રીજી આવૃત્તિ બ્રહ્મનિષ્ઠ પૂજ્યપાદ્દ શ્રી જોગી સ્વામીના આશીર્વાદ અને પૂ. સદ્‌ગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી વચનામૃતના અભ્યાસીઓને વાચનમાં સાનુકૂળતા રહે એવા શુભ હેતુથી આ પાતળાં અને સારા કાગળમાં પ્રસિદ્ધ કરતા અમો આનંદ અનુભવીએ છીએ.


શ્રીજીમાન્ય અને પરંપરાથી વંચાતી આવતી પ્રસાદીની અસલ જૂની પ્રત પ્રમાણે આ ગ્રંથનું રાજકોટ ગુરુકુલ સંસ્થાના કૉમ્પ્યુટરમાં ટાઈપ સેટીંગ કરાવી ઓફસેટ પ્રેસમાં છપાવેલ છે જે ભાવિકોને પોતાના રોજિંદા વાચનમાં ઉપયોગી બની રહેશે એવી અભ્યર્થના.

ለዚህ ኢ-መጽሐፍ ደረጃ ይስጡ

ምን እንደሚያስቡ ይንገሩን።

የንባብ መረጃ

ዘመናዊ ስልኮች እና ጡባዊዎች
የGoogle Play መጽሐፍት መተግበሪያውንAndroid እና iPad/iPhone ያውርዱ። ከእርስዎ መለያ ጋር በራስሰር ይመሳሰላል እና ባሉበት የትም ቦታ በመስመር ላይ እና ከመስመር ውጭ እንዲያነቡ ያስችልዎታል።
ላፕቶፖች እና ኮምፒውተሮች
የኮምፒውተርዎን ድር አሳሽ ተጠቅመው በGoogle Play ላይ የተገዙ ኦዲዮ መጽሐፍትን ማዳመጥ ይችላሉ።
ኢሪደሮች እና ሌሎች መሳሪያዎች
እንደ Kobo ኢ-አንባቢዎች ባሉ ኢ-ቀለም መሣሪያዎች ላይ ለማንበብ ፋይል አውርደው ወደ መሣሪያዎ ማስተላለፍ ይኖርብዎታል። ፋይሎቹን ወደሚደገፉ ኢ-አንባቢዎች ለማስተላለፍ ዝርዝር የእገዛ ማዕከል መመሪያዎቹን ይከተሉ።