Surat ma ShreeHari

·
Rajkot Gurukul
ই-বুক
510
পৃষ্ঠা
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন

এই ই-বুকের বিষয়ে

વાપી અને તાપી વચ્ચેનો વિસ્તાર ફળદ્રુપ અને સમૃદ્ર ગણાય છે. તેમાંય સૂર્યપુત્રીના કિનારે વસેલી સુરત નગરીની ખાસિયત તો કાંઇક નવીન ભાત પાડે છે. વર્ષોથી સમગ્ર સુરત શહેર પર વડતાલવાસી લક્ષ્મીનારાયણદેવ અને હરિકૃષ્ણ મહારાજની અસીમકૃપા રહી છે.‘‘સુરત તો સોનાની મૂરત’’ ગણાય છે. અને તે અદ્યપિ પર્યંત તે કહેવત જાણવી રાખી છે. આજે ધંધાકીય રીતે પણ સુરતે તેની કાયાપલટી નાખી છે.


જેમ ઉદ્યોગક્ષેત્રે સુરત શહેરે હરણફાળ કરી છે. તેવી રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણના પદાર્પણથી અંકિત થયેલી અને એમના સંતોના આચરણ અને યોગ્ય ઉપદેશથી અધ્યાત્મિક ક્ષેત્રે પણ અનેરો વિકાસ છે. તે વિકાસના કારણમાં સુરતનાં નિખાલસ અને પ્રેમી ભકતોની ધર્મભાવના અને ભક્તિભાવનામાં દિવસે દિવસે અતિવૃદ્ધિ જ થતી રહી છે. સુરતીજન પોતાની કિંમતીમાં કિંમતી વસ્તુ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતાને અર્થે પ્રભુને ચરણે ધરી દેવામાં ખસકાતા નથી. આજે સુરતનો સત્સંગ સમગ્ર સંપ્રદાયમાં તન, મન અને ધનથી સેવા કરવામાં અગ્રેસ્થાને છે. આવી અવનવી સુરત નગરીમાં ‘‘સુરતમાં શ્રીહરિ’’ નામનું પુસ્તક ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમકૃપાથી નાતદુંરસ્તી તબિયત રહેતી હોવા છતાં પણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમા કાર્યરત રહીને સુરત સત્સંગ સમાજને અનેરી પ્રેરણા મળે તે હેતુથી પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિબળદાસજીએ સત્સંગ સાહિત્યમાંથી સુંદર સમન્વય કરીને આ પુસ્તક સત્સંગ સમાજને ભેટ ધરી છે જે પ્રશંસનીયને પાત્ર છે.


નવી પેઢીને સુરતનો સત્સંગ ભગવાન શ્રી સ્વામિનારાયણ સમકાલિન કેવો હતો અને હાલમાં કેવી પ્રગતિ કરી રહેલ છે. તેને લક્ષમા રાખીને આ પુસ્તક પ્રકાશનની તાતી જરૂર હોવાથી કરેલ છે. ખરેખર આ પુસ્તક સુરતમાં વસતા અને અન્ય સત્સંગપ્રેમી ભક્તોને પ્રેરણાદાયી થશે. મોક્ષભાગી મુમુક્ષુઓને પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમાના સંતોના અર્થે તેમજ સત્સંગને માટે કેવી સેવા, સમર્પણની ભાવના હોવી જોઇએ તેની પ્રેરણાત્મક પ્રેરણા આ પુસ્તક થકી મળશે તથા ભગવદીયનો નિયમ, નિશ્ચય ને પક્ષ રાખવામાં અનેરો ઉત્સાહ મળશે. આ પુસ્તક સુરતના સત્સંગની  ઝાંખી કરાવી સત્સંગની વૃદ્ધિ અને વિકાસમાં એક અંગભૂત કાર્ય કરે છે.ભગવાન અને મોટા સંતો ભક્તો અમારા લેખક પર રાજી થાય અને આવી સત્સંગ સાહિત્ય સેવા વિશેષ કરતા રહે તેવી સંતો ભકતોના ચરણમાં એજ અભ્યર્થના.

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।