“The Complete works of Swami Vivekananda” ના આઠ ભાગનું ભાષાંતર ગુજરાતીમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના દસ ખંડમાં પ્રકાશિત થયું હતું. આ દસ ગ્રંથોની શ્રેણીમાં ‘શ્રીરામકૃષ્ણદેવ’ તેમજ ‘સ્વામી વિવેકાનંદ’નાં જીવનચરિત્રના બંને ગ્રંથ ઉમેરતાં કુલ બાર ગ્રંથોમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ રૂપે એક પ્રમાણભૂત સુયોજિત પ્રકાશન ગુજરાતી વાચકો સમક્ષ પ્રસ્તુત થયું હતું.
‘શ્રીરામકૃષ્ણદેવ જીવનચરિત્ર’ અને ‘સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર’ એ બંનેને અલગ ગ્રંથરૂપે પ્રકાશિત કર્યાં હતાં.