Prerak Prasango: Swaminarayan Book

·
Rajkot Gurukul
३.५
२ परीक्षण
ई-पुस्तक
150
पेज
रेटिंग आणि परीक्षणे यांची पडताळणी केलेली नाही  अधिक जाणून घ्या

या ई-पुस्तकाविषयी

ભગવાન શ્રીસ્વામિનારાયણના નામ અને સિદ્ધાંતોથી ચાલતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ‘સદ્‌વિદ્યા’ માસિક અને સત્સંગપોષક સાહિત્ય સેવાની સને ૧૯૫૨માં શુભ શરૂઆત કરી, જેનું વહન હાલ સંસ્થાના મહંત પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ‘સદ્‌વિદ્યા’ ના તંત્રી પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી વગેરે સંતો કરી રહ્યા છે.


સંસ્થા દ્વારા અવારનવાર ઉત્સવ સમૈયા કે આધ્યાત્મિક શુભ પ્રસંગોએ સમાજ ઉપયોગી નૂતન સાહિત્યનું પ્રકાશન થતું રહે છે. સંપ્રદાયની પુષ્ટિનો હેતુ પણ ઈષ્ટદેવ સંબંધી શાસ્ત્રો જ છે. તેનો જેટલો પ્રચાર અને પ્રસાર થશે તેટલો જ જીવના અંતરમાં ભગવાનનો નિશ્ચય દૃઢ થશે. સત્સાહિત્ય તો માનવ જીવન માટે ટોનિકનું કામ કરે છે, જેનાથી સમાજ, કુટુંબો અને સંસ્થોઓના માણસો વિચાર, વાણી અને વર્તનથી એકબીજા સાથે સારી રીતે જોડાયેલા રહે છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ ‘સત્શાસ્ત્રવ્યસનાય નમઃ’ એવું ભગવાન શ્રીહરિનું એક નામ આપ્યું છે.


હરહંમેશ સત્શાસ્ત્રના વ્યસની એવા પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી માટે તો સાહિત્ય એ ઓક્સિજન સમાન છે. તેઓ પોતાના આસને હરહંમેશ સાહિત્યની હાટડી માંડીને બેઠા હોય ! સંતો, ભક્તજનો અને વિદ્યાર્થીઓ પણ અચૂક સ્વામીની સાહિત્યસભર સૂત્રાત્મક અમૃતવાણીનું પાન કરતા હોય છે.


પોતાના વાણી, વર્તન અને વ્યવહારથી પ્રેરણા પૂરી પાડતા પૂ. સ્વામીજી નૂતન સાહિત્ય, સૂત્રો અને પ્રસંગોનું સંકલન કરી કરાવીને જનમાનસમાં સારા અને ઉમદા વિચારોનું વાવેતર થયા કરે અને સમાજ એક સારા માર્ગે રહે તેવો પ્રભુ પ્રસન્નતાર્થે નિષ્કામ પ્રયાસ કરતા રહે છે. તે માંહેલું એક અનોખી પ્રેરણા પૂરી પાડતું આ પુસ્તક ‘પ્રેરક પ્રસંગો’ને આપની સમક્ષ મૂકતાં અત્યંત આનંદ થાય છે.

रेटिंग आणि पुनरावलोकने

३.५
२ परीक्षणे

या ई-पुस्तकला रेटिंग द्या

तुम्हाला काय वाटते ते आम्हाला सांगा.

वाचन माहिती

स्मार्टफोन आणि टॅबलेट
Android आणि iPad/iPhone साठी Google Play बुक अ‍ॅप इंस्‍टॉल करा. हे तुमच्‍या खात्‍याने आपोआप सिंक होते आणि तुम्‍ही जेथे कुठे असाल तेथून तुम्‍हाला ऑनलाइन किंवा ऑफलाइन वाचण्‍याची अनुमती देते.
लॅपटॉप आणि कॉंप्युटर
तुम्ही तुमच्या काँप्युटरचा वेब ब्राउझर वापरून Google Play वर खरेदी केलेली ऑडिओबुक ऐकू शकता.
ईवाचक आणि इतर डिव्हाइसेस
Kobo eReaders सारख्या ई-इंक डिव्‍हाइसवर वाचण्‍यासाठी, तुम्ही एखादी फाइल डाउनलोड करून ती तुमच्‍या डिव्‍हाइसवर ट्रान्सफर करणे आवश्यक आहे. सपोर्ट असलेल्या eReaders वर फाइल ट्रान्सफर करण्यासाठी, मदत केंद्र मधील तपशीलवार सूचना फॉलो करा.