Jivan Jyot: Life flame

1 1권 · Rajkot Gurukul
3.0
리뷰 2개
eBook
129
페이지
검증되지 않은 평점과 리뷰입니다.  자세히 알아보기

eBook 정보

આજે માનવી શાંતિ ઝંખી રહ્યો છે. તેને મેળવવા તે રઘવાયો બન્યો છે. તેને એમ છે કે ધનનો ભંડાર સુખ આપશે, વૈભવ-વિલાસમાંથી સુખ સાંપડશે. કીર્તિ અને સત્તામાંથી આનંદ મળી જશે. સ્વજનો શાંતિ આપશે... પરંતુ તેમાંથી સુખ તો નથી મળતું ઊલટું દુઃખ વધે છે. શા માટે ? કારણકે તેમના પ્રયાસો ખોટાં સ્થાનોમાં છે. સુખ-શાંતિ કાંઈ સત્તા, સંપત્તિ કે કીર્તિ જેવાં બાહ્ય ઉપકરણોમાં નથી, સુખ-શાંતિ તો માણસના અંતરના અભિગમમાં રહ્યાં છે. જીવનનો અભિગમ સુલેહકારી, સંતોષી, સ્નેહભર્યો, જતું કરવાની ભાવનાવાળો, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાથી ભરેલો હશે તો સુખ-શાંતિને શોધવાં નહિ જવાં પડે. તે આપણને શોધતાં આપણી પાસે આવી જશે. જીવનનો આવો સાચો અભિગમ સત્પુરુષોના સહવાસથી પ્રાપ્ત થાય છે.


કોઈ ઓરડો હજારો વર્ષથી અંધારિયો હોય તેને પ્રકાશથી ભરવા માટે તેમાં હજારો વર્ષ પ્રકાશ નથી કરવો પડતો. એ ઓરડામાં માત્ર એક દીપકને પ્રગટાવો. દીપકની જ્યોત ઝળહળશે અને તે જ ક્ષણે હજારો વર્ષનો અંધકાર અદૃશ્ય થઈ જશે. જીવના હૃદયમાં અનાદિકાળથી અજ્ઞાનનું ગાઢ અંધારું ભરાયેલું છે. સત્પુરુષના સહવાસથી તે અંધકાર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે કારણકે સંત આપણા હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે.


ઘણીવાર જે કાર્ય કલાકો સુધી પ્રવચનો સાંભળવાથી નથી થતું તે કાર્ય બે શબ્દો સાંભળવાથી થઈ જાય છે. જે કામ અનેક પુસ્તકો વાંચવાથી નથી થતું તે કામ બે વાક્યો વાંચવાથી થઈ જાય છે; પરંતુ તે બે શબ્દો અને બે વાક્યો સાચા સત્પુરુષના જીવનમાંથી નીકળેલાં હોવાં જોઈએ. તેવા બે જ શબ્દો સંસારના તાપોથી તપ્ત થયેલ મનુષ્યને શીતળ અને શાંત બનાવી દે છે.


આવા અણમૂલાં વાક્યોનો ભંડાર છે, ‘જીવન જ્યોત’નાં આલેખનો. જીવન જ્યોતની પંક્તિઓ વાચકના હૃદયના સ્થંભિત તારોને ઝણઝણાવે છે. સાદી, સરળ છતાં ચોટદાર ભાષાશૈલીમાં લખાયેલા આ લેખોના વાચનથી લૌકિક જીવનની અનેક વિટંબણાઓનું સમાધાન મળી જાય છે કારણ કે એ લેખોમાં સદ્‌ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંત જીવનના અનુભવોની વીણા ગૂંજી રહી છે.


ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને અમેરિકા સુધી વિસ્તેરલી સંસ્થાની શાખાઓ દ્વારા થતાં જનહિતનાં સેવાકાર્યોની વણથંભી શૃંખલાઓના વ્યસ્ત કાર્યક્રમો તથા ગામડે-ગામડે અને અનેક શહેરોમાં અવિરત સત્સંગ વિચરણના કાર્યક્રમો વચ્ચે પણ પૂજ્ય સ્વામીજીની કલમ ‘સદ્‌વિદ્યા’ અને અન્ય માસિકો દ્વારા સતત વહેતી રહી છે.


જીવનઘડતર, સમાજનિર્માણ, સામાજિક સમસ્યા નિર્મૂલન અને મોક્ષમૂલક વાતોના આ લેખોને ક્રમશઃ ‘સંત સમાગમ’, ‘સત્સંગ સુધા’, ‘સંતકી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’ અને ‘જીવન જીવવાની કળા’ એમ છ પુસ્તકોમાં સંકલિત કરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા જનસમાજ સુધી પહોંચાડવામાં આવ્યા છે.


‘સદ્‌‌વિદ્યા સદ્ધર્મ રક્ષક’ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને અખંડ ભગવત્‌પરાયણ પૂજ્યપાદ્‌શ્રી જોગી સ્વામીના શુભાશીર્વાદ સહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ વિદ્યાલયના સુવર્ણ જંયતી પ્રસંગે યોજાયેલ ‘જનમંગલ મહોત્સવ’માં, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ્‌વર્ષે પ્રારંભાયેલ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત સદ્‌ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના જીવન અનુભવોના આ વિચાર વૈભવના સારને સંકલિત કરી આ ‘જીવન જ્યોત’ પુસ્તક દ્વારા સામાન્ય જનસમાજમાં તરતો મૂકવાનો ગુરુકુલ રાજકોટ દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.


આ ‘જીવન જ્યોત’ પુસ્તકનું સંપાદન કરવામાં દૈહિક, માનસિક તથા આર્થિક રીતે સેવા સહયોગ આપનાર સર્વ ઉપર ભગવાન શ્રીહરિ તથા સંતોની પ્રસન્નતા ઉતરે એવી શુભ કામના.

평점 및 리뷰

3.0
리뷰 2개

이 eBook 평가

의견을 알려주세요.

읽기 정보

스마트폰 및 태블릿
AndroidiPad/iPhoneGoogle Play 북 앱을 설치하세요. 계정과 자동으로 동기화되어 어디서나 온라인 또는 오프라인으로 책을 읽을 수 있습니다.
노트북 및 컴퓨터
컴퓨터의 웹브라우저를 사용하여 Google Play에서 구매한 오디오북을 들을 수 있습니다.
eReader 및 기타 기기
Kobo eReader 등의 eBook 리더기에서 읽으려면 파일을 다운로드하여 기기로 전송해야 합니다. 지원되는 eBook 리더기로 파일을 전송하려면 고객센터에서 자세한 안내를 따르세요.