ENGLISH GRAMMAR PRACTICE PART - 2

· DEVVALLABH SWAMI +917284962128
4,2
76 opinii
E-book
67
Strony
Oceny i opinie nie są weryfikowane. Więcej informacji

Informacje o e-booku

     અભ્યાસકાળથી જ વ્યાકરણ મારો રસનો વિષય રહ્યો છે. ભાષાની સબળ અને સફળ અભિવ્યકિત માટે વ્યાકરણ ઉપર પ્રભુત્વ ખૂબ જરુરી છે.

      મોટાભાગના બાળકોનુ વ્યાકરણ ખૂબ કાચુ હોય છે. તેના કારણે તેઓ બીજા વિષયોમાં પણ નબળા રહે છે.

      અંગ્રેજી આપણી માતૃભાષા નહીં હોવાના કારણે આપણને તેનો સાંભળવા,બોલવા અને લખવાનો મહાવરો ખૂબ ઓછો મળે છે. વળી શાળાઓમાં પણ અંગ્રજી વિષય મોટેભાગે ગુજરાતી માધ્યમથી જ ભણાવવામાં આવે છે. તેના કારણે બાળકોનુ અંગ્રેજી કાચુ રહે છે.

      ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વ્યાકરણ સંબંધી સાહિત્ય બહુ જ ઓછુ ઉપલબ્ધ છે. જે છે તે શાળાના અભ્યાસક્રમ અને પરીક્ષાલક્ષી છે. તેથી તેમાં વ્યાકરણના મર્યાદિત મુદઓનો જ સમાવેશ થયો હોય એ સ્વાભાવિક છે.

      પ્રસ્તુત ગ્રંથમાં અંગ્રેજી વ્યાકરણની મહત્વની મોટાભાગની અભ્યાસ સામગ્રીનો સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. અને જરુરી મહાવરો આપ્યો છે. પ્રાથમિક શિક્ષણ પુરુ કરે ત્યાં સુધીમાં બાળક પાસે જે ભાષા સજ્જતા હોવી જોઇએ તેનો અહીં સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. આ મોંધવારીના યુગમાં કોઇના ટયુશન કે માર્ગદર્શન વિના પણ બાળક પોતાની રીતે સમજી,શીખી અને મહાવરો કરી શકે તેવો અમારો નમ્ર પ્રયાસ છે.

      અમારા 'Dev English Grammar' નો શિક્ષણ જગત તરફથી ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે એ જ અમારા પરિશ્રમની સાર્થકતા છે.

      પ્રસ્તુત ગ્રંથ લેખનમાં ગુજરાતી અને અંગ્રેજીના ઘણાં સંદર્ભગ્રંથોનો સહારો લીધો છે. તે સૌનો હું ઋણી છું.

      પરમકૃપાળુ પરમાત્માની પ્રેરણાં અને અમારા ગુરુવર્ય અ.નિ.સ.ગુ. શા. સ્વામી ધર્મપ્રસાદદાસજીના રાજીપાથી અમારી સાહિત્ય સેવાની પ્રવૃત્તિઓ અવિરત ચાલ્યા કરે છે. તેથી ગુરુચરણોમાં શતશઃ વંદના.

      લેખન પ્રકાશનમાં મદદરુપ થનાર નામી અનામી સૌનુ શ્રીજી મહારાજ શ્રેય કરે તેવી પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં અભ્યર્થના...

      આપણાં બાળકો અંગ્રેજીભાષા ઉપર પ્રભુત્વ મેળવે અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અભ્યર્થના..


લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ


 

Oceny i opinie

4,2
76 opinii

O autorze

જય શ્રી સ્વામિનારાયણ

      સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજી સ્વામી, સદ્. શ્રી નારાયણદાસજી સ્વામી, સદ્. શ્રી માધવદાસજી  સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળ ખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રી એ ગુજરાત યુનિવર્સીટીથી બી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજ વેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકી સમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.

       પૂ. સ્વામીશ્રીએ શ્રી સહજાનંદ ગુરુકુળ ખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથા પારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભા ગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૩૮ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્ય પ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે. 

       છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એ જ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.

- શ્રી સહજાનંદ ગુરુકુળ ખાંભા પરિવાર 

Oceń tego e-booka

Podziel się z nami swoją opinią.

Informacje o czytaniu

Smartfony i tablety
Zainstaluj aplikację Książki Google Play na AndroidaiPada/iPhone'a. Synchronizuje się ona automatycznie z kontem i pozwala na czytanie w dowolnym miejscu, w trybie online i offline.
Laptopy i komputery
Audiobooków kupionych w Google Play możesz słuchać w przeglądarce internetowej na komputerze.
Czytniki e-booków i inne urządzenia
Aby czytać na e-papierze, na czytnikach takich jak Kobo, musisz pobrać plik i przesłać go na swoje urządzenie. Aby przesłać pliki na obsługiwany czytnik, postępuj zgodnie ze szczegółowymi instrukcjami z Centrum pomocy.